લોસ્ટ - 13

(29)
  • 4.2k
  • 1
  • 2.2k

પ્રકરણ ૧૩ઓફિસથી ઘરે આવેલા મેહુલએ પહેલું પગલું ઘરમાં મૂક્યું કે તરત તેના પિતા નવીનભાઈએ પૂછ્યું, "મિટિંગ કેવી રઈ?""ગુડ." મેહુલ ડીલ કેન્સલ કરવાવાળી વાત કઈ રીતે જણાવવી એ વિચારી રહ્યો હતો."આજે તારો પહેલો દિવસ હતો એટલે મને તારી ચિંતા થતી હતી, મેં આટલા વર્ષ મેહનત કરીને આ કંપની ઉભી કરી છે અને આજથી એ કંપની તું સંભાળીશ."નવીનભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને ફરી બોલ્યા,"ડગલે ને' પગલે તારી પરીક્ષા થશે, દરેક ક્ષણે તારી તુલના મારી સાથે થશે એટલે આજ તને એક સલાહ આપવા માંગુ છું. વ્યવહારિક જીવન અને સાંસારિક જીવનને હંમેશા અલગ રાખજે, અને તારું બેસ્ટ આપજે.""જી, હું મારું બેસ્ટ આપીશ." મેહુલ