લોસ્ટ - 12

(29)
  • 5.1k
  • 3
  • 2.3k

પ્રકરણ ૧૨"રાવિકા જ્યાં પણ હશે એને શોધી લઈશુ." માધવ દવેએ રાવિકાનો ફોન ટ્રેસ કર્યો."પણ અનઓફિશ્યિલી, રાવિ ગુમ થઇ ગઈ છે એવી ખબર બા'ર આવી તો કંપનીને ખુબજ નુકસાન જશે." રયાનએ ટકોર કરી.માધવએ હકારમાં માથું હલાવ્યું અને રાવિકાની શોધખોળ ચાલુ કરી."આ બધી આપણી જ ભુલ છે, રાવિને અહીંથી લઇ જવાના ચક્કરમાં આપણે રાવિને કિડનેપ કરવાવાળી ઘટનાને અવોઇડ કરી." જિજ્ઞાસાએ તેના બન્ને હાથથી તેનું માથું પકડી લીધું."તું ચિંતા ના કર જિજ્ઞા, આપણી રાવિ ખુબજ સમજદાર અને બહાદુર છોકરી છે. એને કઈ નહિ થાય." રયાનએ જિજ્ઞાસાના ખભા પર હાથ મુક્યો."ચિંતા તો હવે એ કરશે જેણે આપણી રાવિને કિડનેપ કરી છે, હવે એ માણસને