લોસ્ટ - 11

(27)
  • 4.4k
  • 2
  • 2.3k

પ્રકરણ ૧૧મુંબઈ એરપોર્ટથી ટેક્ષી લઈને ત્રણેય જણ મીરાના ઘરે આવ્યાં, મીરા બધાંને ગળે મળી."તું તો સાવ બદલાઈ ગઈ છે મીરુ." રયાનએ મીરાના માથા પર હાથ મુક્યો."દીદીના ગયા પછી ઘણું બધું બદલાઈ ગયું છે." મીરાનો અવાજ લાગણીવિહીન હતો."આધ્વીકા દીદીને ગયાને ૨૧ વર્ષ થઇ ગયાં છે, પણ આ ૨૧ વર્ષનો લાંબો સમય પણ મીરાના દુઃખને ઓછું નથી કરી શક્યો." મીરાના પતિ કિશનએ કહ્યું.મીરાની દીકરી મેઘા રાવિને તેના ઓરડામાં લઇ ગઈ, મેઘાની નાનો ભાઈ રોહન પણ બન્નેની સાથે ગયો."ક્યારે જાઓ છો ન્યૂ યોર્ક?" મીરાએ જિજ્ઞાસા તરફ જોયું."રાત્રે સાડા અગ્યારની ફ્લાઇટ છે." જિજ્ઞાસાએ ધીમેથી કહ્યું."રાવિના જન્મદિવસ પછી તો કોઈ ચિંતા નથી ને?" મીરાના અવાજમાં