પ્રકરણ ૧૦રાવિકા ઘરે પાછી આવી ત્યારે જિજ્ઞાસા, રયાન, જીવન અને આસ્થા માથે હાથ દઈને બેઠાં હતાં."રાવિ દીદી....." નિવાસ રાવિકાને અંદર આવતા જોઈને બોલ્યો."ક્યાં ગઈ હતી તું? તને અમે કઈ બોલતા નથી તો ફાયદો ઉઠાવીશ તું એ વાતનો?" જિજ્ઞાસાનો અવાજ ઊંચો થઇ ગયો.રાવિકા અપલક જિજ્ઞાસા સામે જોઈ રહી હતી, રાવિકાને આમ ચુપચાપ જોઈને જિજ્ઞાસાને નવાઈ લાગી."ક્યાં ગઈ હતી બેટા?" રયાનએ પ્રેમથી પૂછ્યું."વ્હાય? વ્હાય પપ્પા વ્હાય?" રાવિકાએ રયાન સામે ભાવનાવિહીન ચેહરે જોયું."શું કે'વા માંગે છે?" રયાનને રાવિકાનો પ્રશ્ન સમજાયો નઈ."તમને બધાને કોણે હક આપ્યો મને મારી બેનથી દૂર રાખવાનો? શું સમજીને તમેં મને હકીકતથી અજાણ રાખી?" રાવિકાએ બુમ પાડી.રાઠોડ નિવાસમાં સોંપો પડી