અચાનક સ્ટોરરૂમનો દરવાજો ખુલી ગયો અને સ્ટોરરૂમમાં જોરજોરથી પવન ફૂંકાવા લાગ્યો. એ પવન એટલો વધારે હતો કે અનુભવ દરવાજા તરફ ધકેલાયો. અનુભવે દરવાજા પાસેનું ટેબલ પકડી અંદર આવવાનો પ્રયત્ન કર્યો અને મહામહેનતે અંદર આવ્યો. “પ્રીતિ, તું ગમે તે કર. પણ આજે તો તારે મને સચ્ચાઈ જણાવવી જ પડશે.”અનુભવે હાંફતા કહ્યું. “ઠીક છે, તું એમ નહીં માને.”અનુભવે પોતાનાં ખિસ્સામાંથી કટર કાઢ્યું અને પોતાની હથેળી પાસે લઇ ગયો. પણ હજી તો કટર અનુભવની હથેળીને અડે એ પહેલાં તો આપમેળે હવામાં ઉડી ગયું અને બારીમાંથી બહાર પડી ગયું. “પ્રીતિ, તું અત્યારે મારી સાથે છો. પણ યાદ રાખજે બધો જ સમય તો મારી સાથે