સર્જક Vs સર્જન - 3 - છેલ્લો ભાગ

  • 3.2k
  • 1.3k

ભાગ 3 બીજા દિવસે સવારે અખીલે ઓફિસમાં અગત્યનું કામ આવી ગયું છે તેમ કહી રજા મૂકી દીધી અને તૈયાર થઇ નવના ટકોરે પરમ જે હોટેલમાં રોકાયો હતો ત્યાં પહોંચી ગયો. પરમે બંને જણ માટે હોટેલના રિસેપશન પર ફોન કરી ચા નાસ્તાનો ઓર્ડર કરી દીધો. પરમે અખિલને કહ્યું કે હવે મને માંડીને વાત કર, પહેલા સરપંચની દીકરી વિષે અને પછી પેલા ફિલ્મી ઇન્સ્પેકટર વિષે. અખીલે સરપંચની દીકરી વિષે માહિતી આપતા કહ્યું, "અમારા ગામના સરપંચની દીકરી કાજલ સીધી સાદી, દેખાવે સુંદર હોવાની સાથે સાથે ખુબ બુદ્ધિશાળી અને કોઠાડાહી હતી. સરપંચનો દીકરો નાલાયક અને છેલબટાઉ હતો. સરપંચ તેમના દીકરાના લક્ષણોથી વાકેફ હોવા છત્તા