સર્જક Vs સર્જન - 2

  • 3.7k
  • 1.4k

ભાગ ૨ પરમ નીકળી ગયો પણ અખિલનું મન ચકરાવે ચડી ગયું હતું, તેનું મન કામમાં નહોતું લાગી રહ્યું. ફરી ફરીને તેની આંખ સામે કાજલ અને રાઠોડ આવી જતા હતા. સાંજે ઘરે પહોંચી ફ્રેશ થઇ તેણે લેપટોપ ખોલી નવલકથાનો આગળનો ભાગ લખવાનું ચાલુ કર્યું. તે આપોઆપજ લખતો ગયો કે વાર્તાના મુખ્ય પાત્ર સાહિલનું એક અકસ્માતમાં મૃત્યુ થઇ જાય છે, તે અકસ્માત કાજલ અને રાઠોડના કહેવાથી શહેરના એક નામી ગુંડાએ કરાવ્યો હોય છે, કાજલના ભાઈને સમર્થન આપવાવાળા ગુનાહિત ઇતિહાસ ધરાવતા મુખ્ય બે સમર્થકોને ઇન્સ્પેક્ટર રાઠોડે એન્કાઉન્ટરમાં પતાવી દીધા અને તેના પિતાના રાજકીય પક્ષના મુખ્ય સૂત્રધારને પણ તેમના જુના કેસની ફાઈલ ખોલવાની ચીમકી