પ્રાયશ્ચિત - 16

(76)
  • 9.5k
  • 8.7k

પ્રાયશ્ચિત પ્રકરણ -16બપોરે એક વાગે જાનકીને એરપોર્ટ ઉપર મૂકીને કેતન ઘરે આવી ગયો. કોણ જાણે કેમ પણ જાનકી વગર ઘર સૂનું સુનું થઈ ગયું હોય એમ લાગ્યું. જામનગર આવ્યો ત્યારે તો એ એકલો જ હતો છતાં એને એકલવાયા પણાનો કોઈ અહેસાસ થયો નહોતો પરંતુ બે દિવસ જાનકી રહી ગઈ ત્યારે આજે એને જાનકીની ખોટ સાલવા લાગી. સ્ત્રીના સહવાસની એક અલગ સુગંધ હોય છે, એક અલગ મહેક હોય છે. સ્ત્રીના અસ્તિત્વથી ઘરમાં એક જીવંતપણું આવે છે. સ્ત્રી વગરનું ઘર માત્ર ચાર દીવાલો વાળુ એક મકાન જ બની રહે છે. જાનકી ની હાજરીમાં જેટલું જાનકી વિશે નહોતો વિચારતો એટલું અત્યારે એ એની ગેરહાજરીમાં