અંતરા અને વિનીતનાં લગ્નને ત્રણ વર્ષ થયાં હતાં. લગ્ન બાદ જોબ છોડી દીધી હતી. વિનીત એક પ્રાઇવેટ બેંકમાં ઇન્શ્યોરન્સ ડિપાર્ટમેન્ટમાં જોબ કરતો હતો. સસરા માધવદાસની કપડાંની દુકાન હતી. સ્વભાવે ખૂબ જ પ્રેમાળ, ખાવા અને ખવડાવવાના ખૂબ જ શોખીન.ચટપટી ચીજો તેમને બહુ જ ભાવે. તેમનો રોજ સાંજનો નિયમ, ગુપ્તાની તીખી- તમતમતી ભેલ ખાય તો જ તેમની સાંજ પસાર થાય. અઠવાડિયે એકાદવાર ઘરે પણ ડબ્બો ભરીને ભેલ લઇ જ આવે. અંતરા ના પાડે કે, ‘પપ્પા નથી ખાવી.’ તો તરત જ ખિજાય, “કેમ નથી ખાવી દીકરા? અરે! બહુ ટેસ્ટી છે. તું એકવાર ખાઈ તો જો.” કહીને ધરાર પ્લેટ હાથમાં થમાવી જ દે. સાસુ