પ્રેમસેતુ હ્રદયથી હ્રદયનો સેતુ - 3 - છેલ્લો ભાગ

(69)
  • 3.8k
  • 1
  • 1.9k

ભાગ-3 અગસ્ત્ય અને આંગી રાત્રે અગસ્ત્યના ઘરની અગાસી પર બેસેલા હતાં.  "આંગી, આજથી એક વર્ષ પહેલા આ નદી પર પુલ બનાવવા માટે સરકારે અમને ફંડ આપ્યો. આ પુલ અમારા માટે જીવાદોરી સમાન છે. દરેક પ્રાથમિક સુવિધાઓ નદીના પેલા પાર છે. જેમ કે શાળા, હોસ્પિટલ અને જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓ. "અગસ્ત્ય બે ઘડી માટે અટક્યો.  "તો તમે લોકો કેવી રીતે નદી પાર કરો છો?"આંગીએ પુછ્યું.  "ચોમાસાની ઋતુમાં નદી પાર કરવી ખુબજ અઘરી થઇ જાય છે કેમ કે અન્ય નદીના પાણી આવી જાય છે. બાકીના સમયમાં આર્જવ અને તેના પિતાની બોટો ચાલે છે જે સાવ સામાન્ય ભાડામાં નદી પાર કરાવી દે છે.