પ્રેમસેતુ હ્રદયથી હ્રદયનો સેતુ - 2

(49)
  • 3.9k
  • 2
  • 2.1k

ભાગ-2 આંગી અને અગસ્ત્ય એકબીજાને જોઇ રહ્યા હતા અચાનક સરપંચ કાકાનો ફોન આવતા તે બંને જાણે કે તંદ્રામાંથી બહાર આવ્યાં.  "હા અગસ્ત્ય, તે સિવિલ એન્જિનિયર એક છોકરી છે. તેનું નામ છે આંગી શાહ. બેટા, તેને લઇને તેનો સામાન મુકીને સીધો મારા ઘરે આવજે. “આટલું કહીને સરપંચ કાકાએ ફોન મુકી દીધો.  "આંગીજી?હું અગસ્ત્ય પારેખ. સોરી તમારું નામ નહોતી ખબર. મને એમ કે.. " "સિવિલ એન્જિનિયર છે તો કોઇ છોકરો હશે, રાઇટ?"આંગીએ તેની વાત વચ્ચે કાપતા કહ્યું.  "સોરી, જઇએ?"અગસ્ત્યે કહ્યું.  અગસ્ત્ય આંગીને જોવામાં અને તેની સુંદરતામાં એટલો ખોવાઈ ગયો હતો કે તે કશુંજ બોલી નહોતો શકતો. અગસ્ત્ય તેને તેના ઘરે લઇ ગયો.