તારી એક ઝલક - ૨૫

(17)
  • 3.9k
  • 1
  • 1.5k

ઝલક વહેલી સવારે જ ભેંસાણ પહોંચી ગઈ હતી. એ પહેલાં અર્પિતાની ઘરે જવાનાં બદલે તેજસની ઘરે આવી પહોંચી. બહાર કોઈ દેખાયું નહીં, તો એ તરત જ ઘરની અંદર આવી ગઈ. એ સમયે જ તન્વી સીડીઓ ઉતરીને નીચે આવી રહી હતી. એની નજર ઝલક પર પડતાં જ એ ઝલક પાસે આવી, "અરે ઝલક! તું અત્યારે આ બેગ સાથે અહીં?" "હાં, હું અમદાવાદ ગઈ હતી. આજે જ પાછી ફરી. એકચ્યુલી મારે તેજસ લંડનથી આવી ગયો કે નહીં? એ જાણવું હતું." ઝલકે કહ્યું. "એમનો કોઈ કોલ તો નથી આવ્યો. પણ અંકલ કહેતાં હતાં, કે એ બહું જલ્દી આવી જાશે." તન્વીએ કહ્યું. "અંકલ?" ઝલકે