સજન સે જૂઠ મત બોલો - 18

(40)
  • 4.6k
  • 1
  • 1.6k

પ્રકરણ-અઢારમું/૧૮ હજુ સાહિલ સપનાના અકારણ હાસ્યનું કારણ સમજે એ પહેલાં મોં પર તેની હથેળી મૂકી માંડ માંડ હાસ્ય રોક્યા પછી સપનાએ પૂછ્યું..‘જાણી શકું સરિતાને કોણ મળવા આવ્યું છે ?’સપનાએ તેના અલગ અંદાજમાં હટકે સવાલ કર્યો. એટલે સવાલનું સ્તર સાહિલની સમજણના બાઉન્ડ્રીની બહાર જતાં આશ્ચર્યભાવ સાથે સાહિલે પૂછ્યું..‘હું સમજ્યો નહીં...કોણ મતલબ ?’ફરી સ્હેજ હસતાં સપના બોલી.. ‘મારા સ્મિતનું સબબ આ સવાલ જ હતો. આઈ મીન, કોણ મતલબ સાહિલ કે શાહરૂખ ?‘ઓહ્હ... તમને શું લાગે છે ? સાહિલે વળતો સવાલ કર્યો. ડાહપણથી શાણપણ સાથે સાહિલે પૂછ્યું ‘તમે ચતુરાઈથી સવાલ સ્કીપ કરી ગયા તેનો મતલબ તમારી પાસે પરફેક્ટ પ્રત્યુતર નથી. અને મને લાગી નથી રહ્યું પણ, હું