પુનર્જન્મ - 32

(23)
  • 4.3k
  • 1
  • 2.3k

પુનર્જન્મ 32 મોનિકા એ કવર ખોલીને જોઈ રહી. એણે અનિકેત તરફ જોયું. અનિકેત ગરબા જોવામાં મશગુલ હતો. મોનિકા હવે અનિકેતને સમજવા લાગી હતી. અનિકેત ગરબા જોવાનો ડોળ કરતો હતો. એ એના જીવનના યુદ્ધ વિશે વિચારતો હશે. અનિકેત વૃંદાને જોતો હતો. સ્નેહાની કોપી. પણ સ્નેહા તો સ્નેહા જ હતી. સ્નેહા ગરબે ઘુમતી પણ એની નજર તો અનિકેત તરફ જ રહેતી. પણ વૃંદા અને સ્નેહામાં એક ફરક હતો. સ્નેહાના હાથની મહેંદીમાં હંમેશા અનિકેતનું નામ રહેતું.. અનિકેતને સચદેવા એ આપેલો ફોટો યાદ આવ્યો. સ્નેહા એમાં ખુશ નહતી. એની હાથમાં મહેંદી નહતી.