જીવન સાથી - 11

(32)
  • 7.9k
  • 1
  • 5.3k

આન્યાને દિપેને પોતાના ઘરે રાખી છે તેવી ખબર પડતાં જ ગામવાળા દિપેનને મારવા માટે આવ્યા અને તેના ઘરમાં તોડફોડ કરીને તેનું નુકસાન પણ કર્યુ. દિપેને શાંતિથી ગામવાળાને સમજાવ્યા કે, કયા કારણથી તેણે આવી કોઈ છોકરીને એટલે કે આન્યાને પોતાના ઘરમાં રાખી છે અને પોતે તેને પોતાની નાની બહેન સમજે છે તેમ પણ જણાવ્યું. વધુમાં દિપેને કહ્યું કે, "બસ, હું ખાલી સમયની રાહ જોતો હતો કે ક્યારે તે ભાનમાં આવે અને તેનાં માતા-પિતા ક્યાં છે તે જણાવે જેથી હું તેને તેનાં માતા-પિતાના હાથમાં હેમખેમ સોંપીને આવું. દિપેનની આ વાત સાંભળીને ગામનાં લોકો શાંત પડી ગયા અને તેમના મનમાં જે ભ્રમ હતો