જીવન સાથી - 9

(32)
  • 8k
  • 1
  • 5.3k

આન્યા બચી તો જાય છે પણ બેભાન અવસ્થામાં છે તે ભાનમાં ક્યારે આવશે તે નક્કી નથી અને ભાનમાં આવ્યા બાદ તેનો ભૂતકાળ તેને યાદ હશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે. ડૉક્ટર સાહેબ દિપેનને સમજાવતાં કહે છે કે, "તમારે તેની જવાબદારીમાંથી મુક્ત થવું હોય તો તમે પોલીસમાં કમ્પલેઈન લખાઈ શકો છો અને તેને તમે સરકારી હોસ્પિટલમાં પણ દાખલ કરી શકો છો." દિપેન કંઈક ઉંડા વિચારમાં ડૂબી જાય છે કે, શું કરવું કંઈ ખબર પડતી નથી ? ઘણુંબધું વિચાર્યા બાદ તેણે નક્કી કરી લીધું કે, આ છોકરીને મારે કોઈ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવી નથી તેની હું ઘરે જ સારવાર કરાવીશ