તારી એક ઝલક - ૨૪

(17)
  • 3.6k
  • 1
  • 1.3k

કેયુર હવે એકદમ સ્વસ્થ હતો. હવે ઝલકની અમદાવાદમાં કોઈ જરૂર ન હતી. એ તરત જ પ્રિન્સિપાલની ઓફિસમાં પહોંચી ગઈ. ઝલકને જોઈને પ્રિન્સિપાલે કહ્યું, "તો કોલેજ છોડીને જવાની તૈયારી કરી લીધી.""મતલબ? તમને બધી ખબર હતી?" ઝલકે અસમજની સ્થિતિમાં પૂછ્યું."હાં, તમને શું લાગે મેં તમને તમારા વિશે કોઈપણ પ્રકારની માહિતી મેળવ્યા વગર જ આ કોલેજના સ્ટુડન્ટ્સને તમારે હવાલે કરી દીધાં હતાં?" પ્રિન્સિપાલે કહ્યું, "મને તો કેયુરે કોલેજે આવવાનું બંધ કરી દીધું. એ દિવસથી જ કંઈક ખોટું થયું હોય, એવું લાગ્યું હતું. ત્યાં જ તમે આવ્યાં, એટલે મેં કોઈ એક્શન નાં લીધું." કહીને એ સહેજ હસ્યાં, "હવે જ્યારે મોનાલિસા સુધરી ગઈ છે. તો