મુંબઈના કાંદિવલી પરાસ્થીત મહાવીર નગરના વિસ્તારમાં આવેલા મધરકેર મેટરનિટી હોમના સેકન્ડ ક્લાસના રૂમમાં અંતરા બેડ પર સૂતી હતી. આખી નંખાઈ ગયેલી. બાર કલાક તો એ લેબર પેઇનમાં કણસી રહી હતી. જોર કરી-કરીને તે લોથપોથ થઈ ગઈ હતી. ત્યાર બાદ ચાર કલાક એ ભાનમાં ન હતી. જ્યારે ભાનમાં આવી ત્યારે સિસ્ટર દીકરીનું મોઢું દેખાડી ગઈ. ત્યાં જ મમતા- ગરિમા હૉસ્પિટલમાં આવી અને ખળભળાટ શરૂ કરી દીધો. વિનીત અને તેની બંને બહેનો મમતા અને ગરિમા બેડને ઘેરીને અંદરોઅંદર ચર્ચા કરી રહી હતી: “ના,ના... આવી છોકરીને રખાય જ નહિ. અપશુકન ગણાય. વિનીત ક્યાંયનો નહિ રહે.” સ્થૂળ કાયા, થોડો શ્યામ વર્ણ, લાંબો ચહેરો, વાળની