તલાશ - 19

(47)
  • 6.4k
  • 1
  • 3.8k

સોલ્ડર પાઉચને ખભે ભરાવી પ્લેટફોર્મમાં ચાલતા ચાલતા જીતુભા મોહનલાલ ના શબ્દો યાદ કરી રહ્યો હતો. "એમાં તારા કામની ઘણી વસ્તુઓ છે." 4 નંબરના પ્લેટફોર્મ પર સ્પે. રાણકદેવી ટ્રેન ઉપડવાની તૈયારીમાં હતી. જીતુભા સેકન્ડ એસીના B 1 ના ડબ્બે પહોંચ્યો અને જેવો અંદર દાખલ થયો કે તરત જ ટ્રેન ઉપડવા નો એલાર્મ વાગ્યો અને બીજી જ મિનિટે ટ્રેન ચાલુ થઇ. જીતુભા 30 નંબરની સીટ પર ગોઠવાયો એને નવાઈ લગતી હતી કે અનોપચંદને પોતાના પ્લાન પર પૂરો ભરોસો હતો એટલે જ એને જીતુભાનાં નામની ટિકિટ બુક કરાવી રાખી હતી. ખેર હવે 4 કલાક આરામ. "હાશ" કરીને એને સીટ પર લંબાવ્યું અને પછી પોતાનો મોબાઈલ કાઢ્યો અને સોનલને ફોન જોડ્યો xxx "હા બોલ જીતુડા ક્યાં પહોંચ્યો?" સોનલે કહ્યું. "લગભગ