પતિ પત્ની અને પ્રેત - ૪૭ (અંતિમ)

(93)
  • 4.9k
  • 4
  • 2.6k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૪૭ (અંતિમ) રિલોકને થયું કે જાગતીબેન પર વિશ્વાસ મૂકીને તેઓ છેતરાયા છે. જાગતીબેન એમની દીકરીને બચાવવા રેતાને બલિનો બકરો બનાવી રહ્યા છે. જાગતીબેનનું સાચું રૂપ આ જ છે? રેતાને પણ એ પોતાની દીકરી જેવી ગણતા હતા.જાગતીબેન તેને સમજાવતા હોય એમ બોલ્યા:"રિલોક, મારી પૂરી વાત જાણી લે. અહીં જ તારી મોટી ભૂમિકા છે. જો તું સાથ આપવાનું ના પાડીશ તો ઉકેલ લાવવાનું અત્યારે શક્ય જ બનવાનું નથી..."રિલોકને જાગતીબેનની કોઇ વાત સમજાતી ન હતી. તેની શંકાઓનું સમાધાન કરતા હોય એમ જાગતીબેન આગલ બોલ્યા:"રિલોક, પહેલાં એ કહે કે હું મારી દીકરી સ્વાલા માટે તારો હાથ માંગુ તો તારો જવાબ