તાંત્રિક અને રાક્ષસ મૂર્તિ અથડાવવા થી તેમાં ભયંકર વિસ્ફોટ થયો અને તે વિસ્ફોટ થી મૂર્તિ અને તાંત્રિક બંને સળગી ને ભસ્મ થઈ ગયા. પણ મૂર્તિ માંથી એક દિવ્ય પ્રકાશ બહાર આવ્યો તે પ્રકાશ એટલો ભયંકર હતો કે જીનલ ની બંને આંખો માં અંધાપો આવી ગયો. જીનલ આંધળી બની ગઈ તેને અંધારા સિવાય કંઈ દેખાતું ન હતું. મૂર્તિ અને તાંત્રિક નષ્ટ થયા પછી વાતાવરણ શાંત થઈ ગયું હતું. જાણે હમણાં જ અહીથી સુનામી ગઈ હોય અને ખરાબ વસ્તુ ને તાણી ને લઇ ગઈ હોય. એટલી જ શાંતિ જીનલ ના માનસપટલ પર છવાઈ ગઈ હતી. એક બાજુ બેસીને જીનલ વિચારવા લાગી.. હવે શું