ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૪

(19)
  • 3.8k
  • 1
  • 2k

કાવ્યા કંકણ ટેકરી પાસે બેસીને વિચારવા લાગી. હવે શું કરીશ. કેવી રીતે ગુફા માં જઈશ, અહી તો અંદર જવાનો કોઈ રસ્તો દેખાતો નથી. નિસાસો નાખીને આકાશ તરફ મીટ માંડી. જાણે કે ભગવાન આવીને કાવ્યા ને રસ્તો બતાવશે. થોડી વાર બેસીને ફરી કાવ્યા તે ટેકરી ને ચક્કર લગાવવા લાગી. આ વખતે તે નિરાંતે ચાલી ને જોઈ રહી હતી. કે ક્યાંક મોટો નહિ પણ નાનો પથ્થર જોવા મળી જાય જે ગુફાની અંદર જવાનો રસ્તો હોય. ચાલતી ચાલતી કાવ્યા એ ટેકરી ને પૂરો ચક્કર લગાવી લીધો પણ તેને કોઈ મોટો પથ્થર જોવા ન મળ્યો કે ન મળ્યો અંદર જવાનો રસ્તો. નિરાશ થઈ થાકી ને ફરી