ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૮

(11)
  • 4.4k
  • 2
  • 2.1k

જીનલ વિચારી રહી હતી ત્યાં તેને કોઈ કાનમાં આવી ને કહી ગયું. કે જે રસ્તે અંધારું છે તે રસ્તે તું જા અને જીન તને ત્યાં મળશે. જીનલ ઉભી થઇ અને ઘનઘોર અંધારા વાળા રસ્તે ચાલવા લાગી. તેને કઈજ દેખાતું ન હતું પણ મહાદેવે કહ્યું હતું કે ઉબડ ગુફામાં જીન સિવાઈ કોઈ રહેતું નથી એટલે જીનલ ગુફા ની એક બાજુની દિવાલ પકડતી પકડતી ડર્યા વગર ચાલવા લાગી. હજુ થોડું ચાલી હશે ત્યાં એક દરવાજો આવ્યો તે દરવાજા ને ખોલી ને જુએ છે તો કોઈ રાજમહેલ હોય તેવું લાગ્યું. ઉપર ના મુખ્ય સ્ટેજ પર એક મોટું સુશોભિત સિહાસન હતું. નીચે મત્રીઓ ની બેઠકો