ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭

(12)
  • 4.5k
  • 1
  • 2.3k

મહાદેવ જીનલ ને પરી બનવાનો રસ્તો બતાવતા કહે છે.અહી થી દસ માઈલ દૂર પચિમ બાજુએ એક અતિ પ્રાચીન ગુફા આવેલી છે. તે ગુફાનું નામ છે ઉબડ. તે ઉબડ ગુફામાં એક જીન ફક્ત રાત માટે જ રહે છે. દિવસે ત્યાં થી કોઈ બીજી જગ્યાએ જતો રહે છે. તે જીન એટલો શક્તિશાળી અને બુદ્ધિશાળી છે કે તેની સામે કોઈ માણસ ટક્કર લઈ શકે નહિ. તે જીન થકી તારું પરી બનવાનું સપનું સાકાર થશે. પણ એક વાત યાદ રાખજે જીન નું દિલ તારે જીતવું પડશે. જો જીન નું દિલ જીતીશ તો પરી બનીશ નહિતર મારું વરદાન છે કે તું સામાન્ય કન્યા બની જઈશ.