પહેલી મુલાકાત વરસાદમાં.... - (ભાગ 5)

  • 3.9k
  • 1
  • 1.5k

મીરા અહી ઉભી ઉભી આદિ અને વરુણ ને જોઇને વિચારી રહી હતી...આદિ હોસ્પિટલ ના કપડા પહેલા કેસરી ટી શર્ટ માં ખૂબ હેન્ડસમ દેખાતો હતો ....હોસ્પિટલ ના કપડા માં એ કોઈ જૂનો દર્દી લાગી રહ્યો હતો...એક્સિડન્ટ થયું ત્યારે વરસાદ ના કારણે એના વાળ ભીના થઇ ગયા હતા પરંતુ અત્યારે એ વાળ સુકાઈ ગયા હોવાથી આદિના ચહેરા ને વધારે આકર્ષિત બનાવી રહ્યું હતું...એના ગાલ માં નાનો એવો ખાડો પડતો હતો જેના થી વધારે સોહામણો લાગતો હતો...એક મિનિટ માટે મીરા ને એ છોકરામાં આદિ દેખાતો હતો...આદિના પત્રો વાંચીને મીરા એ એના મનમાં જે આદિની છબી બનાવી હતી એવો જ છોકરો એની સામે હતો