અપશુકન - ભાગ - 1

(18)
  • 8.9k
  • 4
  • 3.7k

ડોરબેલ વાગી. અંતરાએ દરવાજો ખોલ્યો તો સામે પર્લ આંખમાં ચોધાર આંસુ સાથે ઊભી હતી. “શું થયું પર્લ? તું કેમ રડે છે?” અંતરા આગળ કંઈ પૂછે એ પહેલાં તો પર્લ દોડતી બેડરૂમમાં જતી રહી અને બેડરૂમનો દરવાજો ધડામ કરીને બંધ કરી દીધો. “પર્લ, પર્લ... શું થયું બેટા? તું કેમ રડે છે? દરવાજો તો ખોલ. શું થયું?” અંતરા બૂમો પાડતી રહી. રૂમની અંદરથી પર્લનો જોરજોરથી રડવાનો અવાજ આવતો હતો. કેટલીયવાર માથાકૂટ કરવા છતાં પર્લ દરવાજો નહોતી ખોલતી. અંતરા ટેન્શનમાં આવી ગઈ.મનમાં કેટલાય વિચારો દોડવા માંડ્યા. અંતરાએ માલિનીબેનને બૂમ મારી, “મમ્મી, મમ્મી... જુઓને પર્લને શું થયું? કંઈ બોલતી નથી. માત્ર રડ્યા જ કરે