પ્રાયશ્ચિત - 13

(75)
  • 9.9k
  • 9.2k

પ્રાયશ્ચિત પ્રકરણ-13રીક્ષાવાળાએ કેતનના બંગલા પાસે જઈને રિક્ષા ઊભી રાખી ત્યારે સાંજના સાડા સાત વાગ્યા હતા. જાનકીએ રીક્ષા ભાડું ચૂકવી દીધું અને મકાનમાં પ્રવેશ કર્યો. મકાન ખુલ્લું હતું અને એક મોટી ઉંમરના બહેન રસોડામાં રસોઈ કરી રહ્યા હતા. જાનકીને કંઈ સમજાયું નહીં કે કેતન ના ઘરમાં બીજા કોઈ બેન કઈ રીતે હોઈ શકે ? એડ્રેસ તો બરાબર જ હતું !!" માસી કેતન અહીં જ રહે છે ને ? " જાનકી રસોડામાં ગઈ અને દક્ષાબેનને પૂછ્યું. " હા.. હા.. આવો ને !! સાહેબ તો અડધી કલાકથી બહાર ગયા છે. ક્યાંથી આવો છો બેન ? " દક્ષાબેને પૂછ્યું. " હું મુંબઈથી આવું છું. તમારી ઓળખાણ