ઘર - (ભાગ - ૧૪)

(24)
  • 4.1k
  • 1.9k

રાત્રીનાં ત્રણ વાગ્યાં હતાં. અનુભવ પોતાનાં પલંગ પરથી ઉભો થયો અને મીલી તરફ એક નઝર કરી સ્ટોરરૂમ તરફ ગયો.અનુભવે ધીરેથી સ્ટોરરૂમનો દરવાજો ખોલ્યો અને અંદર ગયો. તેણે ટેબલ ઉપર પડેલો ફોટો ઉપાડ્યો અને પ્રીતિનાં ચહેરા ઉપર હાથ ફેરવ્યો.તે નીચે બેસી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગ્યો. તે ઘણાં સમય સુધી રડ્યો પછી પ્રીતિનાં ફોટા સામે જોઇને બોલ્યો, “પ્રીતિ, મને માફ કરી દે. મેં આપણા પ્રેમ પર વિશ્વાસ ન કર્યો. પણ તે શા માટે આવું કર્યું?શું તને પણ આપણાં પ્રેમ પર વિશ્વાસ નહતો?”“પ્રીતિ, મને ખબર છે તું મને સાંભળે છે. પ્લીઝ મારી સામે આવ. મારી સાથે વાત કર. નહીંતો મારું ગિલ્ટ