પ્રેમ, સ્નેહ, લાગણી આ બધા જ ભાવોને ઉગવા, વિકસવા અને પરિપૂર્ણ થવા ઈશ્વર જાણે જરૂરી હુંફ અને વાતાવરણ સર્જી આપે છે. નસીબદાર લોકો તે ભાવાવરણ ને ઓળખી તેમાં પોતાનું અસ્તિત્વ એકાકાર કરી દે છે અને પછી પ્રકૃતિ અને પ્રેમ જાણે એકબીજાને ઓગાળી દે છે. કેન્ટીનમાંથી નિલ જરા વહેલો નીકળી ગયો અને આલય અને મોસમ તો જાણે ઈચ્છતા જ હતા કે થોડો સમય ફક્ત એકલા જ આંખો થી શરૂ થયેલી રોમાંચક પળોને માણે. આલય :-"મૌસમ જવું? લેક્ચર શરૂ થઈ જશે." મૌસમ:-"આજે ઈચ્છા નથી થતી." આલય :-"તને તો ભણવામાં કંટાળો જ આવે છે મને ખબર." મૌસમ