દેવ અચાનક લેક્ચરમાંથી સીધો જ કોલેજમાંથી બહાર નીકળી જાય છે. "ગીવ મી ફ્યૂ મિનિટ પ્લીઝ"નિત્યાએ કહ્યું. "ટેક યોર ટાઉમ"નકુલ બોલ્યો. નિત્યાએ એના કેબિનની બહાર જઈને દેવને ફોન કર્યો. "હાઇ ક્યાં છે તું?"નિત્યાએ દેવને પૂછ્યું. "કામ છે તો ઘરે જાવ છું" "તને ખબર છે ને કે સલોની અને નકુલ આવ્યા છે તને મળવા?" "હા,એટલે જ હું બહાર નિકળી ગયો" "પણ શું કામ આમ કરે છે?" "એ હું તને પછી સમજાવીશ.મારુ એક કામ કરીશ?" "શું?" "એ લોકોને એમ ના કહેતી કે મારે નહોતું મળવું એટલે હું બહાર નીકળી ગયો.કઈક કામ હતું એમ કહેજે ને" "હું જૂઠું નઈ બોલું" "ઓકે તારી મરજી" "સારું