રાહ : એક અનોખા પ્રેમની સફર - 3

  • 3k
  • 900

રીયા,તનુ અને પ્રાચી વાતો કરતાં હતાં ત્યાં થોડીવારમાં રાહી અને તાશા આવ્યા.તાશા એ બ્લેક ગોઠણ સુધીનું વનપીસ પહેર્યું હતું.રાહીના આવતાં જ બધાંની નજર એના પર અટકી ગઈ.લાલ ગોઠણ સુધીનું પાર્ટીવેર ગાઉન,હાથમાં વાઈટ બ્રેસલેટ,એક હાથમાં કેનોનની વોચ.ગળામાં મોતીનું નેકલેસ,ખુલ્લા સીધાં વાળ,રેડ હિલ્સ.આજે આલિયા ભટ્ટથી કમ નહોતી લાગી રહી રાહી.છોકરીઓને તો ઈર્ષ્યા થવા લાગી કે કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે.હયાન જે છોકરીઓથી દૂર રહેવા માંગતો હતો એ પણ આજે તો રાહી પર ફિદા થઈ ગયો હતો.રાહી અને તાશા હયાનની આગળથી નીકળ્યા.તાશા તો હયાનને જોઈ જ રહી હતી પણ રાહીએ એકવાર પણ હયાન પર નજર નહોતી નાખી.જેનાં પર આખી કોલેજની છોકરીઓ