આગે ભી જાને ના તુ - 47

  • 2.5k
  • 1
  • 922

પ્રકરણ - ૪૭/સુડતાલીસગતાંકમાં વાંચ્યું....આઝમગઢ પહોંચવા માટેની અવિરત સફરના અણધાર્યા હમસફર બની ભેગા થયેલા જોરુભા, નટુભા, અનંતરાય અને અનન્યા ચારેય ઊંટ પર સવાર થઈ મંઝિલે પહોંચે છે અને ત્યાં એમનો સામનો થાય છે રતન, રાજીવ, મનીષ અને માયા સાથે....હવે આગળ....નટુભા અને અનંતરાય આળસ મરડતા પોતાના અકળાયેલા શરીરને સ્વસ્થ કરી રહ્યા હતા. અવિરત યાત્રા અને અપૂરતી ઊંઘનો થાક આંખોમાં ડોકાઈ રહ્યો હતો. અનન્યા હળવેથી નીચે ઉતરી, આળસ મરડી, આંખો ચોળતી અને દુપટ્ટો સરખો કરતી ઉભી રહી ત્યાં જ... ધ.....ડા.....મ.....કરતો મંદિરનો દરવાજો ખુલ્યો અને એક માનવાકૃતિ આંધીરૂપે બહાર આવી એની પાછળ-પાછળ ગભરાટ અને ગૂંગળામણથી બેચેન મનીષ અને માયા પગથિયાં ઉતરતા નજરે ચડ્યા અને