લવ બાઇટ્સ - પ્રકરણ-77

(126)
  • 6.4k
  • 2
  • 3.5k

લવ બાઇટ્સપ્રકરણ-77 અંતે સ્તવન અહીં રાજમલકાકા અને લલિતાકાકી સાથેજ રહીશે એવું નક્કી થયું અને બધાં ચા કોફી પીને છૂટા પડ્યાં. મયુર મીહીકા ભંવરસિંહ અને મીતાબેન સાથે ઘરે ગયાં. યુવરાજ સિંહ અને વીણાબહેન પણ એમનાં ઘરે પાછાં ગયાં. લલિતામાસીએ કહ્યું હવે મહિના પછીજ બીજો પ્રસંગ આવે છે એટલે એની તૈયારી કરીશું કાલે જોબ પર જઇને છોકરાઓ ભલે ફરી આવતાં. વીણાબહેને કહ્યું આમતો બધુ વીધીનું પતી ગયું છે હવે માત્ર ફેરા ફરાવીને લગ્ન પુરા કરીશું. એ આ હોલમાંજ પતાવીશું બધુ નક્કી થઇ ગયુ છે. ગોનાની વિધી પણ બધી પતી જશે. ભંવરીદેવીએ કહ્યું વિવાહ પણ લગ્ન જોવાંજ થયાં છે હવે માત્ર ઔપચારીક વિધીજ