સજન સે જૂઠ મત બોલો - 17

(43)
  • 3.7k
  • 1
  • 1.5k

પ્રકરણ સત્તરમું/૧૭હજુ સાહિલ ‘હેલ્લો..’ કહી સંવાદને સળંગ રાખવાનો પ્રયાસ કરે ત્યાં... સુધીમાં તો સપના આઉટ ઓફ કવરેજ જતી રહી... ‘હેલ્લો ... હેલ્લો...... હેલ્લો...’પળભરમાં સમીર સમી સપના સાહિલને સ્પર્શીને એવી ઓઝલ થઇ જાણે કે, અંધકારમાં ઓગળી ગઈ.પસંદીદા પેયનો પ્યાલો હોંઠ સુધી ઢોળાઈ ગયો હોય, એવાં અફસોસની અનુભૂતિ સાથે કારનું ડોર ઉઘાડી સીટ પર બેસી થોડીવાર આંખો મીચીને બેસી રહ્યાં પછી... સાહિલ ગહન ચિંતનમાં સરતાં, સરિતાના પ્રથમ મેસેજથી લઈને આ ઘડી સુધીના ઘટનાચક્રના સેતુની એક એક કડીને જોડતા...ખૂટતી અને ખૂંચતી કડીનો તાગ મળ્યાં પછી મુક્ત મને હસવાં લાગ્યો... જે રીતે અચાનક અકલ્પ્ય અને અનોખા અંદાજમાં સપના આંખના પલકારમાં સાવ સમીપથી સાહિલ સાથે