ગંધર્વ-વિવાહ. - 7

(137)
  • 9.6k
  • 3
  • 4.4k

ગંધર્વ-વિવાહ. પ્રકરણ-૭. પ્રવીણ પીઠડીયા.             સમય અજીબ રીતે કરવટ બદલી રહ્યો હતો. એક તરફ રાજડા મરવાની અણી ઉપર હતો જ્યારે બીજી તરફ તળાવનાં કાંઠે એક અલગ જ દ્રશ્ય ભજવાઈ રહ્યું હતું. પ્રભાત અને સંચિતા કમર-ડૂબ પાણી સુધી ઉંડા ઉતરી ચૂક્યા હતા. બસ હવે થોડી જ ક્ષણો અને પછી તેઓ એક ભયંકર મોતનો સાક્ષાત્કાર પામવાનાં હતા. પરંતુ એકાએક… પ્રભાતનાં પગે કંઈક અથડાયું. એવું લાગ્યું જાણે કોઈકે પાણીની અંદર તેનો પગ પકડયો છે. કોઈકની લાંબી, પહોળી, ખરબચડી આંગળીઓએ તેની પગની પિંડીઓને ઝકડી લીધી હતી અને તેના લાંબા, તિખા નખ પગની ચામડીમાં ભોંકાય ગયા હતા. જબરજસ્ત દર્દથી તે