તલાશ - 17

(61)
  • 6.3k
  • 1
  • 3.8k

"બેસો જીતુભા." આખરે મોહનલાલ બોલ્યો હતો. જીતુભા હજી આશ્ચર્યથી અનોપચંદ સામે જોતો હતો. એ ધબ કરતો મોહનલાલે બતાવેલ ખુરશી પર બેસી પડ્યો.અનોપચંદે ફોનમાં વાત પુરી કરી. ફોન બંધ કરી પોતાનો મજબૂત હાથ જીતુભા સામે લંબાવ્યો. અને કહ્યું "હેલો યંગ મેન હું અનોપચંદ"' "જીતુભા એટલે કે જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા." "હું મોહનલાલ શેઠજીનો મેનેજર" "શેઠજીના એટલે કે શેઠ અનોપચંદજીના બરાબર?" જીતુભાએ પૂછ્યું. "એકદમ બરાબર કોઈ શક" મોહનલાલે ઉત્તર આપ્યો. "તો પછી આ બહુરૂપિયાની સામે આમ અદબ વાળીને કેમ બેઠા છો.આણે તમારા શેઠને ગાયબ કરી દીધા છે તમે પોલીસ બોલાવો. ગભરાવ નહીં હું તમારી સાથે છું હું ઓળખું છું આને, એનું નામ સાકરચંદ છે. મુલુંડમાં ભંગારનો ગોડાઉન છે એનું" જીતુભાએ ઉશ્કેરાટથી કહ્યું. મોહનલાલ અચંબાથી એને જોઈ રહ્યો. "હો. હો હો." અચાનક