વિચારોની આઝાદી...

  • 3.7k
  • 1.2k

કોફીમાંથી નીકળતી વરાળની લયો ને નીરખી રહી એકનજરે, કોફી ઠંડી થતાં જ વરાળ સમી જશે. શું મારાં વિચારોનું બવન્ડર પણ આમ જ સમી જશે કે સતત ઉકળીને બાષ્પ બનશે ને વાદળ બની વરસી જશે. વીની અત્યારે એકધારા સતત વિચારો કરી રહી હતી, તેની અને વિનિતની ગઇકાલની ચર્ચાનાં.વીનીએ જ્યારે કહ્યું કે મને કોઈ સ્વંત્રતા જ નથી, તું કહે એમજ મારે કરવાનું, બાળકો કહે તો તેનું માનવાનું, ઓફિસમાં બોસ કહે તેમ કરવાનું, ઘરમાં વડીલોની આમન્યા રાખવાની, એમાં હું ક્યાં મારી મનમરજી કરી શકું ? તું જ કહે હું ક્યાં સ્વતંત્ર ?વિનિતે પ્રેમથી હાથમાં હાથ લઈને, ગાલ થપથપાયા અને કહ્યું, અરે પાગલ છે