હમદર્દ..... તારા પ્રેમ થકી... - 15 - પરિણામ

(16)
  • 3.8k
  • 1.8k

        રવિરાજ પોતાના જ બંગલામાં હાથમાં ગ્લાસ લઈને નાચી રહ્યો હતો સાંસદ સભ્ય બનવું કોઈ નાહની વાત તો ન હતી . આખરે કેટલાય સમયથી તે આ જીત માટે મહેનત કરી રહ્યો હતો. પરિણામ આવતા જ તેણે પોતાના તરફથી તરત ને તરત  દાવત ની જાહેરાત કરી દીધી.  કેટકેટલી રેલીઓ , સભાઓ અને હાથ જોડણી પછી એક ખુરશી મળી હતી જેથી જીતની ખુશી મનાવી તો વ્યાજબી જ હતી . તેની સાથે જોડાયેલા તેના ચેલાઓ પણ નશામાં  ઝૂમી રહ્યા હતા,  પરંતુ ક્યાંક દૂર ઊભેલી સારિકા આ બધું શાંતિથી નિહાળી રહેલી હતી તેના ચહેરા ઉપર કોઈ જ ભાવ ન હતો.  ન