એક સજા આવી પણ…

  • 3.9k
  • 1.4k

મુકેશભાઈ અને માલતીબેન બંને પતિ-પત્ની હતા. સંતાનમાં ફક્ત એક જ દિકરી મિતાલી. આજે કોર્ટમાં મુકેશભાઈ ઉપર માલતીબેનનાં ખુનનાં આરોપની સજાની સુનાવણીનો છેલ્લો દિવસ હતો. સરકારી વકીલ અને બચાવપક્ષનાં વકીલ બંનેની સામસામી દલીલો થઈ ચુકી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો હતો, જેમાં માલતીબેનનું ખુન ઝેરનાં કારણે થયું હતું એ સાબીત થતું હતું. મોટાભાગનાં પુરાવાઓ મુકેશભાઈ વિરુધ્ધ જ હતા, છતાં મુકેશભાઈનાં વકીલની બાહોશીને કારણે કેસ પોતાના અસીલની ફેવરમાં હતો. હવે ફક્ત એમની દિકરી મિતાલીનાં બયાન ઉપર આખો કેસ આધાર રાખતો હત