પ્રાયશ્ચિત પ્રકરણ - ૧૧કેતન પ્રતાપભાઈ બદીયાણીને મળવા ગયો ત્યારે એને જરા પણ જાણ ન હતી કે પ્રતાપભાઈએ પોતાની દીકરી વેદિકા માટે માગું નાખેલું છે. કારણકે અમેરિકાથી આવ્યા પછી એના ઘરમાં લગ્ન અંગેની કોઈ ચર્ચા બે મહિનામાં મમ્મી પપ્પા એ કરી ન હતી. એટલે જ્યારે પ્રતાપભાઈ ના ઘરે એની આટલી બધી આગતા સ્વાગતા થઈ અને વેદિકા સાથે અલગ બેડરૂમમાં બેસી એકબીજાને ઓળખવાની વાત જ્યારે દમયંતીબેને કરી ત્યારે કેતન ખરેખર વિમાસણમાં પડી ગયો કે આ બધું શું ચાલી રહ્યું છે ? વેદિકા સાથે બેડરૂમમાં જવાનું શા માટે કહ્યું અને એકબીજાને ઓળખવાની વાત કેમ કરી ? કેતનને ખ્યાલ આવી ગયો કે કાં તો કોઈ મોટી