ઘર - (ભાગ -૧૩)

(20)
  • 3.7k
  • 1.7k

અનુભવે પોતાની પકડ વધારે મજબુત કરી અને રડમસ અવાજે કહ્યું, “પ્લીઝ યાર, ન જા. આઇ નિડ યુ.” પ્રીતિએ પોતાનો હાથ છોડાવ્યો અને કંઇ પણ બોલ્યાં વગર ત્યાંથી ચાલી ગઇ,કારણકે પોતાની આંખોમાં આવી ગયેલાં આંસુ રોકવાં હવે તેના હાથમાં ન હતાં. અનુભવ દર વખતની જેમ નારીયેલીની સામે રહેલ બેંચે બેસી ગયો પણ આજે તે એકલો હતો,મનથી ભાંગી ગયેલો હતો, કારણકે તેને પોતાનાં સપનાનાં ઘરમાં જે ચહેરો દેખાતો હતો એ ચહેરો તેને તરછોડીને ચાલ્યો ગયો હતો. … કેફેમાં બેઠેલો અનુભવ પોતાની કોરી આંખો વડે નવાં બની રહેલાં ઘરને જોઇ રહ્યો. તેણે નિધિ તરફ જોયું અને કહ્યું, “થેંક્યું.”ઘણી મહેનત કરવાં છતાં પણ અનુભવ