પ્રેમની ક્ષિતિજ - 16

  • 3.1k
  • 2
  • 1.4k

પ્રેમ એટલે સ્વતંત્રતા નો સમાનાર્થી..... ભાવોની સ્વતંત્રતામાં પ્રેમ થવો અને મનની પરવાનગી લઇ પ્રેમ કરવો એ બંનેમાં તફાવત છે. અને જ્યારે આ પરવાનગી માં પાંગરેલો પ્રેમ સ્વતંત્રતામાં વિકાસ પામે ત્યારે તેને કોઈ નિયમ લાગુ પાડી શકાતા નથી. મૌસમ અને આલય જાણે પોતાની અલગ પ્રેમની દુનિયામાં વિહરવા લાગ્યા. એવી દુનિયા જ્યાં ફક્ત હતી પરવાનગી વિના આવેલી કલ્પનાઓ, આપોઆપ ઉદભવતા સંવાદો, એકબીજાની હુંફની પ્રતિક્ષા.., અને દૂર દેખાતી ક્ષિતિજે પાંગરતો પ્રેમ...... મૌસમને ઝંખતો આલય જાણે વિરાજ અને ઉર્વીશ નો આલય ન હતો..... લેખા ને જોવા ગયેલો આલય પણ ન હતો.... આ આલય તો ફક્ત મૌસમને ગમતો આલય હતો અને