અનુભવે તેનો હાથ પાછળથી પકડી લીધો અને રડમસ અવાજે પુછ્યું,“વાય?”પ્રીતિએ પોતાની આંખો બંધ કરી અને કહ્યું “કારણકે હું તારાં કરતાં વધારે સારો છોકરો ડિસર્વ કરું છું.”પ્રીતિની આ વાત સાંભળી દુઃખી થયેલ અનુભવ બોલી ઉઠ્યો,“પ્રીતિ, તું તારી આ લાલચને લીધે ઘણું બધું ગુમાવી બેસીશ.”પ્રીતિએ પોતાનો હાથ છોડાવતાં કહ્યું, “મને જવા દે.”અનુભવે પોતાની પકડ વધારે મજબુત કરી અને રડમસ અવાજે કહ્યું, “પ્લીઝ યાર, ન જા. આઇ નિડ યુ.”પ્રીતિએ પોતાનો હાથ છોડાવ્યો અને કંઇ પણ બોલ્યાં વગર ત્યાંથી ચાલી ગઇ,કારણકે પોતાની આંખોમાં આવી ગયેલાં આંસુ રોકવાં હવે તેના હાથમાં ન હતાં.અનુભવ દર વખતની જેમ નારીયેલીની સામે રહેલ બેંચે બેસી ગયો પણ આજે તે