બદલો - (ભાગ 10)

(29)
  • 4.6k
  • 2.4k

બારીમાંથી આવતી પવન ની લહેર જાણે અભી અને નીયા ની આસપાસ ગરબે રમી રહી હતી...અભી ના હાથ માં નીયા નો હાથ હતો અને બંને એકબીજાને ઘણા સમયથી નિહાળી રહ્યા હતા...ક્યારેક વચ્ચે પવનના કારણે નીયા ના વાળની લટ એના ચહેરા ઉપર આવતી ત્યારે અભી એને ખૂબ હળવેથી કાન પાછળ ધકેલતો હતો...અભી એની આંગળીઓ વડે ચહેરા ઉપર ની લટ ધીમે ધીમે કાન પાછળ ધકેલતો ત્યારે જાણે અભી ને અંદરથી કંઇક અલગ જ અહેસાસ થઈ રહ્યો હતો જ્યારે બીજી બાજુ નીયા ના ચહેરા ઉપર અભી ની આંગળીઓ ફરતા નીયા ની અંદર ઠંડા પાણી જેવી સનસનાટી પ્રસરી રહેતી અને અનાયાસે એની આંખો બંધ થઈ