હાઇવે રોબરી 30 રાઠોડ સાહેબે બઘી જ ગાડીઓને જપ્ત કરાવી. ઘણાની પાસે ગેરકાયદેસર હથિયાર મળ્યા. એ બધા જપ્ત કરવામાં આવ્યા. રાઠોડ સાહેબે બધી ગાડીઓ ચેક કરી. એમને ડાઉટ હતો કે આંગડીયા લૂંટ કેસનો કોઈ આરોપી કે તેની કોઈ વિગત કે કોઈ મુદ્દો મળશે. પણ એમને કશું ના મળ્યું. નાથુસિંહને ડર હતો કે જવાનસિંહ રાઠોડ સાહેબને મળશે તો પોતાને તકલીફ થશે. પણ એના આશ્ચર્ય વચ્ચે એની ગાડી માંથી જવાનસિંહ ના મળ્યો. એક રીતે તેને હાશ થઈ પણ એને એના ડ્રાયવર પર ભયંકર ગુસ્સો આવ્યો. નાથુસિંહની આખી ટીમે જવાનસિંહ બાબતમાં મૌન