એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૪

  • 5.4k
  • 2.3k

સલોનીએ દેવને ફોન કર્યો.પણ દેવ પોતાનો ફોન ચાર્જ કરવા મૂકીને બહાર હોલમાં ટીવી જોતો હતો એટલે એને સલોનીના ફોનની ખબર રહેતી ન હતી.ટીવી જોતા જોતા દેવ સોફા પર જ સુઈ ગયો હતો.સવારે ઉઠીને કોલેજ જવા તૈયાર થઈ ફોનમાં ખીસામાં મૂકી જલ્દી જલ્દીમાં કોલેજ માટે નીકળી ગયો.દેવ ગાડીનું પાર્કિંગ કરતો હતી ત્યાં એને નિત્યા મળી. "હાઇ, ગુડ મોર્નિંગ"નિત્યા બોલી. "ગુડ મોર્નિંગ"દેવ પણ સામે બોલ્યો. "સલોનીનો મેસેજ આવ્યો તો તારા ફોનમાં?"નિત્યાએ પૂછ્યું. "મજાક ઉડાવે છે મારી?"દેવને લાગ્યું નિત્યા મજાકમાં એવું બોલી એટલે એને પૂછ્યું. "અરે ના,સાચું કહું છું એનો મારામાં સોરીનો મેસેજ આવ્યો છે એટલે મને લાગ્યું તને તો આવ્યો જ હશે.