એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) - ભાગ-૧૩

  • 5.3k
  • 2.5k

નિત્યા સવારે વહેલા ઉઠી નાહી-ધોઈને નાસ્તો કરીને ટીવી જોતી હતી. "જલ્દી તૈયાર થઈ જા તારે જવાનું નથી"કમિનીબેને પૂછ્યું. "આજ તો રવિવાર છે આજે ક્યાં જવાનું છે?"જીતુભાઈને ખબર ન હતી કે નિત્યાને દેવના ઘરે જવાનું છે એટલે એમને પૂછ્યું. "દેવના ઘરે જવાનું છે.એના સાસુમાં એની રાહ જોતા હશે"કામિનીબેને મજાક કરતા કહ્યું. "મમ્મી"નિત્યા ગુસ્સામાં જોરથી બોલી. "ચાલ હું એ બાજુ જ જાઉં છું.તને મુકતો જઉં"જીતુભાઇ બોલ્યા. નિત્યાની મમ્મીને એના માટે દેવ બહુ ગમતો હતો એટલે એ નિત્યાને આવું કઈક બોલીને ચીડવતા હતા.પણ નિત્યાના મનમાં દેવ માટે હજી એવી કોઈ ફીલિંગ્સ હતી નહીં. કે કદાચ હતી પણ એના વિશે નિત્યાને પણ જાણ ન