પ્રાયશ્ચિત - 9

(89)
  • 10.3k
  • 8.7k

પ્રાયશ્ચિત પ્રકરણ-૯ગાડીમાં બેઠા પછી કેતને ગાડી સીધી જલ્પા ના ઘરે લેવાનું મનસુખને કહ્યું. " મનસુખભાઈ એક મોટું કામ આજે પાર પાડ્યું. સમાજમાં સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર હું બિલકુલ સહન કરી શકતો નથી. જલ્પાને ન્યાય મળી ગયો. આજે હું ખૂબ ખુશ છું. " " જી સાહેબ. તમે ગઈ કાલે જે પણ કર્યું છે એનાથી લોકોમાં તમારા વિશે એક સારી છાપ ઉભી થઇ છે. " જો કે કેતન શેઠ અત્યારે પોલીસ સ્ટેશન કેમ ગયા હતા એ એને સમજાતું ન હતું. થોડીવારમાં મારુતિ વાન શેરી નંબર ૪ માં પ્રવેશીને જલ્પાના ઘર આગળ ઉભી રહી. મનસુખને સાથે લઈ ને કેતન જશુભાઈ મિસ્ત્રીના કમ્પાઉન્ડમાં દાખલ થયો. ડોરબેલ વગાડતાં નીતા એ