સાઇકલ સવાર રચનાના હૉલ રૂમમાં બેસ્યો હતો. તેની ઉમર ખબર નહતી પડતી. ખૂબ જ પાતળો અને સફેદ હતો. રચના અને મૌર્વિ ખુરસી ઉપર બેસ્યા હતા. સાઇકલ સવારના હાથ અને પગ બાંધેલા હતા, તે જમીન પર બેસ્યો હતો. મૌર્વિએ સાઇકલ સવારની આંખોમાં જોયું. તેની આંખો કાળી હતી. મૌર્વિના વાળ જેટલી કાળી. ‘શ્વએન વએરત?’ કોણ છે તું? તેમ પૂછ્યું. એણે કોઈ જવાબ ન આપ્યો. ‘તું કોણ છે?’ રચનાએ પૂછ્યું. તેણે કોઈ જવાબ ન આપ્યો. ‘આજથી ચાર મહિના પેહલા મારા ત્યાં કામ કરતા એક માણસે કોઈ ચોરને મારા ઘરે આવતા પકડી પાડ્યો હતો. મે એણે યુટીત્સ્યામાં આપતા પેહલા આજ પ્રશ્ન કર્યો હતો. તેણે