‘હલ્લો?’ ‘હલ્લો.’ ‘સાગર! હું તને છેલ્લા સાત કલાકથી ફોન કરું છું! તું ક્યાં છે! અને તું મારો ફોન કેમ નથી ઉપાડતો?’ ‘અમે એક પ્રોબ્લેમમાં છીએ, સ્મિતા, પ્લીઝ, સાંભળ.’ ‘વોટ પ્રોબ્લેમ?’ ‘ત્રિયતનુ.’ ‘ત્રિયાતનુ? વોટ સૉર્ટ ઓફ એક્સપલીનેશન ઇસ ઇટ?’ (આ કયા જાતનું એક્સપલીનેશન છે?) ‘તને યાદ નથી?’ ‘નો.’ ‘એંગેજમેંટ પછી આપણે એક રેસ્ટોરન્ટમાં ગયા હતા -’ ‘ધ દૌફિન.’ ‘હાં. ત્યાં આપણને એક માણસ મળ્યો હતો. ગ્રે શર્ટ, બ્લેક સૂટ, તેના વાળ બ્રાઉન હતા અને -’ ‘મનસ્કારાનો અસિસ્ટેંટ.’ આ સાંભળી અમેયના મનમાં એક ત્રાડ પડી. મનસ્કારા. બિલકુલ. તે સુસાઇડ કરવા વાળી છોકરી મનસ્કારા હતી. પણ તે નહીં હોય તો? એનેજ પૂછવું પડશે.